અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે ૪/૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે;
			ઓધાજી કહું અંતરગતની વાતુ રે...ટેક.
પહેલું વહેલું આપી સુખ, પછી દઈ ગયા દુ:ખ;
			તે તો નથી સહ્યું જાતું રે...ઓધાજી૦ ૧
કુળમાં કડવાં થયાં, લોકડિયાનાં મેણાં સહ્યાં;
			મન એને રંગે રાતું રે...ઓધાજી૦ ૨
સગાંની સોબત તોડી, માવશું મો’બત જોડી;
			તોય એણે રાખી ઘાતું રે...ઓધાજી૦ ૩
નિષ્કુળાનંદને વાલે, કર્યું છે જે નંદલાલે;
			કહ્યું કે’ને નથી જાતું રે...ઓધાજી૦ ૪
 

મૂળ પદ

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ

મળતા રાગ

મેવાડો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી