પોઢો પોઢો પ્યારા ઘનશ્યામ, પોઢી જાઓ બાલુડા ઘણી રાત ગઇ મારા શ્યામ ૧/૧

પોઢો પોઢો પ્યારા ઘનશ્યામ, પોઢી જાઓ બાલુડા,
ઘણી રાત ગઇ મારા શ્યામ, પોઢી જાઓ બાલુડા...ટેક.
જમી રમી હરિ તમે થાકી ગયા,
ઘણા લોકો દર્શન કરી સુખી થયા,
હવે પોઢો પોઢો મારા બાળ..પોઢો જાઓ૦ ૧
પ્રીતે પ્યારા પ્રભુજી પલંગ પાથરું,
સ્નેહે શ્યામળા તમારી સેવા કરું,
સૂઇ જાઓ મારા શણગાર..પોઢી જાઓ૦ ૨
ભકિત માતાએ વ્હાલાને વિનંતિ કરી,
પોઢ્યા અનંત ભુવન કેરા ધણી હરિ,
કહે જ્ઞાનજીવન સૂતા શ્યામ..પોઢી જાઓ૦ ૩

મૂળ પદ

પોઢો પોઢો પ્યારા ઘનશ્યામ, પોઢી જાઓ બાલુડા

મળતા રાગ

ભકિત કરતાં છૂટે મારા પ્રાણ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હર્ષિત બૈદ

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0