આવજો આવજો આવજો રે, વાલા આજ અમ ઘેરે આવજો ૧/૮

આવજો આવજો આવજો રે, વાલા આજ અમ ઘેરે આવજો;
		મારે તમને ભેટયાનો છે ભાવજો રે...વાલા૦ ટેક.
સુંદર સારી શોભા તમારી રે, દયા કરીને દેખાડજો રે-વાલા૦ ૧
દયા કરી હરિ દર્શન દેજો રે, મહેર મુજ પર લાવજો રે-વાલા૦ ૨
વાલા વળી વળી વાટડી જોઉં છું રે, આવી આનંદ ઊપજાવજો રે-વાલા૦ ૩
નિષ્કુળાનંદના નાથજી અમને રે, હેતે હસીને બોલાવજો રે-વાલા૦ ૪
 

મૂળ પદ

આવજો આવજો આવજો રે, વાલા આજ અમ ઘેરે આવજો

મળતા રાગ

કાફી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વંદન
Studio
Audio & Video
2
1