આપજો આપજો આપજો રે, વાલા આજ આનંદ મને આપજો ૨/૮

આપજો આપજો આપજો રે, વાલા આજ આનંદ મને આપજો;
			તમે મળે ટળે મારા તાપ જો રે...વાલા૦ ટેક.
મુખ જોયા વિના દુ:ખ છે દલમાં રે, કૃપા કરીને તે કાપજો રે-વાલા૦ ૧
અંગોઅંગ આલિંગન લઈને રે, હેતે હૈયામાં મને ચાંપજો રે-વાલા૦ ૨
ચંદને ચર્ચી ચરણ તમારાં રે, છબીલાજી છાતી મારી છાપજો રે-વાલા૦ ૩
નિષ્કુળાનંદના નાથ મન મારું રે, અસ્થિર સ્થિર કરી સ્થાપજો રે-વાલા૦ ૪
 

મૂળ પદ

આવજો આવજો આવજો રે, વાલા આજ અમ ઘેરે આવજો

મળતા રાગ

કાફી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી