મળજો મળજો મળજો રે, મીઠા બોલા વાલા મને મળજો ૩/૮

મળજો મળજો મળજો રે, મીઠા બોલા વાલા મને મળજો;
			મારો થાયે જનમ સફળ જો રે...મીઠા૦ ટેક.
દૂર રહ્યાનું જે દુ:ખ છે દિલમાં રે, તે તો દર્શન દઈ દળજો રે-મીઠા૦ ૧
પોતાના જાણી દયા દિલ આણી રે, પિયુ પ્રીતે કરી પળજો રે-મીઠા૦ ૨
હું તો છઉં દાસી ચરણ ઉપાસી રે, મુજ પર વાલા વાલપે વળજો રે-મીઠા૦ ૩
નિષ્કુળાનંદના સ્વામી શામળિયા રે, આજ અઢળ હરિ ઢળજો રે-મીઠા૦ ૪
 

મૂળ પદ

આવજો આવજો આવજો રે, વાલા આજ અમ ઘેરે આવજો

મળતા રાગ

કાફી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી