થાય છે થાય છે થાય છેરે, મારા મનમાં મનોરથ થાય છે, ૫/૮

થાય છે થાય છે થાય છેરે, મારા મનમાં મનોરથ થાય છે,

તેતો ધ્રોડીને તમ સંગ ધાય છે, મારા. ટેક

લોચન મારાં લોભી રયાં છે રે, તે તમને જોવા ચાય છે રે, મા. ૧

હઇડું મારૂ હિંસી રયું છે રે, અંતર અતિ અકુળાય છે રે, મા. ર

અણ દિઠે અલબેલાજી તમને રે, જુગ સમ પલ એક જાયે છે રે, મા.૩

નિષ્કુળાનંદના નાથ જોઉં જ્યારે રે, ત્યારે મારા તાપ સમાય છે રે મા. ૪

મૂળ પદ

આવજો આવજો આવજો રે, વાલા આજ અમ ઘેરે આવજો

મળતા રાગ

કાફી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી