આશ છે આશ છે આશ છેરે, હરિ અમને તમારી આશ છે, ૬/૮

આશ છે આશ છે આશ છેરે, હરિ અમને તમારી આશ છે,
મારા પ્રાણ તમારે પાસ છે રે,  હરિ. ટેક.
તમ વિના તન મન હરિ મારૂં રે, અણદિઠે ઉદાસ છે રે,  હરિ. ૧
મુખ જોવા મોહનજી તમારૂં રે, પ્રીતમ અમને પ્યાસ છે રે,  હરિ. ર
સુંદર વદન સદન છે સુખનુંરે, અધુરે મધુરૂં વાલા હાસ છે રે,  હરિ. ૩
નિષ્કુળાનંદના નાથ તમ સાથે રે, આલિંગન લેવા ઉલાસ છે રે, હરિ. ૪

 

 

મૂળ પદ

આવજો આવજો આવજો રે, વાલા આજ અમ ઘેરે આવજો

મળતા રાગ

કાફી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી