પ્રીત છે પ્રીત છે પ્રીત છે રે, પીયુ તમ સાથે મારે પ્રીત છે, ૭/૮

પ્રીત છે પ્રીત છે પ્રીત છે રે, પીયુ તમ સાથે મારે પ્રીત છે,

તે તો મન માન્યાની રીત છે રે, પીયુ.

સંસાર સુખ મુને સપને ન ગમે રે, તમ ચરણે મારૂં ચિત છે રે , પિ. ૧

દેહ ગેહમાં વાલા દલડું શું દિજે રે, અંતે જોતાં જે અનિત છે રે, પિ. ર

આરે જીભાયે કેશું જશ તમારા રે, ગુણાતીત જે ગીત છે રે. પિ. ૩

નિષ્કુળાનંદના નાથ તમ ચરણે રે, સોપ્યું તન મન ધન સમીત છેરે.પિ.૪

મૂળ પદ

આવજો આવજો આવજો રે, વાલા આજ અમ ઘેરે આવજો

મળતા રાગ

કાફી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી