મંગલકારી મૂર્તિ તેમાં રાખી સુરતી કથા સાંભળતા સુખ જ થાય ૧/૧

મંગલકારી મૂરતિ તેમાં રાખી સુરતી,
કથા સાંભળતા સુખ જ થાય, મનનાં મેલ ધોવાય જાય...૧
ધન્ય ઘડી ધન્ય ભાગ્ય, સાંભળ્યાનો આવ્યો લાગ્ય,
કરે કરોડો પુન્ય કોય, કથા સુણ્યાનું ન મળે તોય...૨
ભાગ્ય જાગ્યા મોટા આજ, રાજી થયા મહારાજ,
નહિતર કથા કયાંથી મળે, પાપ તાપ કયાંથી ટળે...૩
આવો રે ભાઇ દોડો, સમય રહ્યો થોડો,
આવો અવસર જો તજાય, પાછળથી પસ્તાવો થાય...૪
કામ તો છે બારે માસ, પડી મૂકોને એ કાશ,
કરતા મહેનત કયાંથી ખૂટે, બાર સાંધો ત્યાં તેર તૂટે...૫
જીવવાની શું છે આશ, કાલે થઇ જાશું નાશ,
સુણી કથા કલ્યાણ કરીયે, લખ ચોરાશીમાં ન ફરીયે...૬
મથી મથી મરી ગયા, તોય કામ બાકી રહ્યાં,
રાવણ જેવાને રહી જાય, તો આપણે કયાંથી પુરાં થાય...૭
માટે સુણો કથા, મુકી બધી વ્યથા,
કથા સાંભળતા જ્ઞાન મળે, અજ્ઞાન જાય ને શાંતિ વળે...૮

મૂળ પદ

મંગલકારી મૂર્તિ તેમાં રાખી સુરતી

મળતા રાગ

ઘરરર ઘરરર ઘંટી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી