શામ છો શામ છો શામ છો રે, સ્વામી તમે અમારા શામ છો, ૮/૮

શામ છો શામ છો શામ છો રે, સ્વામી તમે અમારા શામ છો,

સઉ સંતના સુખ વિસરામછોરે, સ્વામી. ટેક.

દિનબંધુ સદા સુખના સિંધુરે, સલૂણા સુખના ધામ છો રે. સ્વા. ૧

ત્રિવિધિ તાપમાં તપતાં અમને રે, ઠાકુર ઠરવા ઠામ છો રે, સ્વા.ર

અનાથના નાથ અધમ ઉધાર રે, અમારા આતમારામ છો રે, સ્વા. ૩

નિષ્કુળાનંદના શામ સુખકારી રે, પીયુ તમેં તો પૂર્ણ કામ છો રે. સ્વા. ૪

મૂળ પદ

આવજો આવજો આવજો રે, વાલા આજ અમ ઘેરે આવજો

મળતા રાગ

કાફી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી