વાલૈડા વેલા આવો રે, વ્રજમાં વળીને, ૧/૧૨

રાગ કાફી

વાલૈડા વેરો કીધોરે કુંજ વિહારી એ ઢાળ

વાલૈડા વેલા આવો રે, વ્રજમાં વળીને,

જેમ કેશો તેમ કરશુંરે સર્વે મળીને . ટેક.

વાટડી જોયે ને નયણે રોયે, ધરણીયે પડીયા ઢળીને રે, વૃજમાં.૧

તમ વિના મારૂ તન મન તલફે, ચિતડું તે જાય ચડીને રે, વ્ર. ર

પેચ કરી તમે સિદ પધાર્યા, મોહન જાવું તું મળીને રે, વ્ર. ૩

નિષ્કુળાનંદના સ્વામી શામળીયા, લાગું હું પાય લડીને રે, વ્ર. ૪

મૂળ પદ

વાલૈડા વેલા આવો રે, વ્રજમાં વળીને,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી