મારાં પ્રાણ પરોવી લીધારે, પ્રીતમ પ્યારા, ૨/૧૨

મારાં પ્રાણ પરોવી લીધારે, પ્રીતમ પ્યારા,

હવે નાથજી ન રયે રે, નટવર ન્યારા, ટેક.

પ્રીત કરી પરદેશ પધાર્યા, આવો હવે આતમા અમારા રે, પિ. ૧

સુખ સુંદરવર સાલે શરીરે, ગોવિંદ ગુણલા તમારા રે, પ્રિ. ર

કો કેમ કરીયે ધીરજ કેમ ધરીયે, અમ પર મ કરો ઉતારા રે, પ્રિ. ૩

નિષ્કુળાનંદના સ્વામી શામળીયા, સાહેર શું થયા ખારા રે. પ્રિ. ૪

મૂળ પદ

વાલૈડા વેલા આવો રે, વ્રજમાં વળીને,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી