તારા મુખડાની લાગી રે, મોહન માયા, ૩/૧૨

તારા મુખડાની લાગી રે, મોહન માયા,

હું આવો જીવન જોવુંરે, જશોદાના જાયા. ટેક.

સુંદર વદન સદન સર્વે સુખનું, તે જોતાં તાપ સમાયારે, મો. ૧

સુંદર સારૂ રૂપ તમારૂં, સકોમલ કોમલ કાયારે, મો. ર

નાથ નિરખી હૈયામાં હું હરખી, પ્રિતે મારા પ્રાણ પરોવાયારે, મો. ૩

નિષ્કુળાનંદના સ્વામી સુંદરવર, દલડામાં ગમેલ ડાયારે, મો. ૪

મૂળ પદ

વાલૈડા વેલા આવો રે, વ્રજમાં વળીને,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી