તારી મોરલી મરમાળીરે, મીઠી બોલે છે, ૪/૧૨

તારી મોરલી મરમાળીરે, મીઠી બોલે છે,

તે સુણીને શામળીયા રે, દલડું ડોલે છે, ટેક.

શ્રવણે રે સુણતાં ઉપજે સુખ અતિ, તન મન તેણે ફુલે છે રે, મિ. ૧

વાંસળી વાતલ ગીત રૂડાં ગાતલ, કોણ તમારે તોલે છે રે, મિ. ર

મોરલી તમારી સદા સુખ કારી, સુણી અંગે અનંગ ઉલે છે રે, મિ. ૩

નિષ્કુળાનંદના નાથ તમારૂં, મલવું મોઘે મુલે છે રે, મિ. ૪

મૂળ પદ

વાલૈડા વેલા આવો રે, વ્રજમાં વળીને,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી