અલબેલા ઓરા આવો રે, મોહન મળીયે, ૫/૧૨

 અલબેલા ઓરા આવો રે, મોહન મળીયે,

મુખ દેખાડી દયાલું રે, દુઃખજ દળીયે, ટેક.
વારે વારે હું તો વાટડી જોઉં છું, વાલાજી વેલેરા વળીયે રે,      મો. ૧
દર્શન દિજે રે વેલ ન કીજે, પ્રીત કરી તો પ્રિતે પળીયે રે,         મો. ર
તનડું તપે છે તે જાણો તમે, પ્રાણ વેંધ્યા છે વાંસળીયે રે,         મો. ૩
નિષ્કુળાનંદના નાથ અમ ઉપર્ય, આજ તો અઢલ ઢળીયે રે,    મો. ૪
 

મૂળ પદ

વાલૈડા વેલા આવો રે, વ્રજમાં વળીને,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી