મારૂ દલડું દાઝે છે રે, દર્શન કાજે.૬/૧૨

મારૂ દલડું દાઝે છે રે, દર્શન કાજે.

અવાતું નથી અમે રે, લોકની લાજે. ટેક.

અમ પાસે હવે કેમ અવાયે, રાચી રયા તમે રાજે રે. દ. ૧

રાંક અમને મેલ્યાં રડવડતા, તમે બેઠા ગજ બાજે રે, દ. ર

અબળાનો અવતાર અમારો, મરશું દલડાની દાઝે રે. દ. ૩

નિષ્કુળાનંદના નાથ મારી મુને, ઠાકુર રાજી તું થાજે રે. દ. ૪

મૂળ પદ

વાલૈડા વેલા આવો રે, વ્રજમાં વળીને,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી