હું ઝંખી પડી છું રે, ઝુરી ઝુરીને, ૭/૧૨

હું ઝંખી પડી છું રે, ઝુરી ઝુરીને,

અલબેલા સુખ આપ્યુંરે, આવે છે ફુરીને. ટેક.

વ્રેહ બાણ તાણી સાંકડે આણી, પ્રાણ લીધા છે પુરીને રે. ઝુ.૧

છેદી રે છાતી ને ભિતર ભેદ્યું, કાળજ ગયા છો કોરીને રે.ઝુ.ર

વૃજવાસીને વચનમાં બાંધીને, બારણું ગયા છો બુરીને રે ઝુ. ૩

નિષ્કુળાનંદના નાથજી તમે, દુર રહ્યા દુઃખમા ઓરીને રે. ઝુ. ૪

મૂળ પદ

વાલૈડા વેલા આવો રે, વ્રજમાં વળીને,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી