લાલન વર વિન્યારે, જોબન કેમ જાશે, ૮/૧૨

લાલન વર વિન્યારે, જોબન કેમ જાશે,

અલબેલા વિન્યા અમે રે, કેમ રેવાશે. ટેક.

ઘરમાંયે મુને ઘડીયે ન ગોઠે, સેજડી ખાવાને ધાશે રે. જો. ૧

ચુવારે ચંદન તેલ ફુલેલ, અગ્નિ સરીખું અંગે થાશે રે. જો. ર

મોર બપૈયાના શોર સાંભળી, શ્રવણે કેમ સેવાશે રે. જો. ૩

નિષ્કુળાનંદના નાથ વિયોગે, શોકે મારૂં શરીર સુકાશે રે. જો. ૪

મૂળ પદ

વાલૈડા વેલા આવો રે, વ્રજમાં વળીને,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી