કોય પંખીડાને પાળો રે, બોલે છે બાપૈયો, ૯/૧૨

કોય પંખીડાને પાળો રે, બોલે છે બાપૈયો,પીયુ પીયુ પોકારીરે, પ્રજાળે પાપીયો.  ટેક.
સુણી શબ્દ હું તો ઝબકીને જાગી, અંગમાં વ્રેહ વાપીયો રે.  બો. ૧
પીયુ પીયુ કરી પ્રાણજ લેવા, શબ્દ એણે આલાપીયો રે.  બો. ર
વેરણ્ય રજનીમાં વેરી થયોછે, વાણ્યે મારો પ્રાણ કાપીયો રે.  બો. ૩
નિષ્કુળાનંદને નાથે દુઃખ દેવા, અમ પર એને થાપીયો રે.  બો. ૪ 

મૂળ પદ

વાલૈડા વેલા આવો રે, વ્રજમાં વળીને,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી