સહજાનંદને શરણે જાતા, પાછા પગ નવ ભરીયે રે શરણાગત પાલક છે વાલો ૧/૧

સહજાનંદને શરણે જાતા, પાછા પગ નવ ભરીયે રે;
શરણાગત પાલક છે વાલો, વિોંેંાસ એવો કરીયે રે..સહજા૦ ૧
દુર્જન લોકડા શું રે કરશે, કોઇથી લેશ ન ડરીયે રે;
શ્રીજીનું ગમતું કરવા માટે, શુરા થઇ મરી મટીયે રે..સહજા૦ ૨
મનનું દેહનું ને સગાવાલાનું, કહ્યું કાને નવ ધરીયે રે;
પુરુષોત્તમને ઓળખ્યા પછી, લોક લાજથી શીદ મરીયે રે..સહજા૦ ૩
કાયર કેદી પ્રભુ ન પામે, મરજીવા થઇને ફરીયે રે;
ધાર્યુ શ્રીજી ને સંતનું કરીયે, હરિધામે સ્થિર ઠરીયે રે..સહજા૦ ૪
અક્ષરધામમાં હોેંશે પહોંચાડે, રેવા ન દે દુઃખ જરીયે રે;
તેની આજ્ઞા લોપીએ તો જ્ઞાન, લખચોરાશીમાં ફરીયે રે.. સહજા૦ ૫

મૂળ પદ

સહજાનંદને શરણે જાતા, પાછા પગ નવ ભરીયે રે

મળતા રાગ

પ્રાતઃ થયું મનમોહન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી