નાવલીયો ન આવ્યો રે, વાટડી જોતાં, ૧૦/૧૨

નાવલીયો ન આવ્યો રે, વાટડી જોતાં,

રજની વિહાણી રે, સજની રોતાં, ટકે.

વાલા વિયોગે હું વિલખી સખીરે, સુખ ન આવ્યું મુને સુંતાં રે, વા. ૧

એ રસિયે મુને રંગ લગાળ્યો રે, ધોયો ન જાયે હવે ધોતાં રે, વા. ર

મોહન સંગે મળ્યું મન મારૂં, ઠોયું ન રહે હવે ઠોતાં રે, વા. ૩

નિષ્કુળાનંદના નાથજી વિના, દન જાયે છે દુઃખ ડોતાં રે. વા. ૪

મૂળ પદ

વાલૈડા વેલા આવો રે, વ્રજમાં વળીને,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી