કોયે સનેડો મ કરશો રે, શામને સાથે, ૧૧/૧૨

કોયે સનેડો મ કરશો રે, શામને સાથે,વણ દુઃખે દુઃખ માગી રે, મ લેશો માથે.  ટેક.
પીડી પીડી એ પ્રાણ લેશે, નહિ મારે આવી હાથે રે,  શામને. ૧
જીવન શું પ્રીત જોડતાં જાણ્યું, વિપત્ય લીધી વેચાતે રે,  શા. ર
દુર રહીને દુઃખ દેવાના, દગા ભર્યા છે દલ ભાથેરે,  શા. ૩
ઠાર્યું નથી એણે કોયે ઠેકાણે, નિષ્કુળાનંદને નાથે રે,  શા. ૪

મૂળ પદ

વાલૈડા વેલા આવો રે, વ્રજમાં વળીને,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી