સહુ પેલાં સમરીયે, સદ્ગુરુ સહજાનંદ, ૧/૧

સાખીયો

સહુ પેલાં સમરીયે, સદ‌્ગુરુ સહજાનંદ,

જેમ સમરતાં જીવને, આવે ઉર આનંદ. ૧

સમરું સુખમય મૂરતિ, સહજાનંદ સુખધામ,

જે સમરતાં જીવ એહ, થાયે પૂરણ કામ. ર

સમરું સુખમય મૂરતિ, સહજાનંદ સુખરુપ,

જે સમરતાં જીવને, આવે સુખ અનુપ. ૩

સમરુ સુખમય મુરતિ, સહજાનંદ સુખદેણ,

જે સમરતાં જીવને, ઉધડે અંતર નેણ. ૪

સમરું સુખમય મૂરતિ, સહજાનંદન સુખ ખાણ,

જે સમરતાં જીવ એહ, પામે પદ વિનરવાણ. પ

સમરું સુખમયે મુરતિ, સહજાનંદ સુખ કરણ,

જે સમરતાં જીવને, મટે જનમ ને મરણ. ૬

સમરું સુખમય મૂરતિ, સહજાનંદન દયાળ,

જે સમરતાં જીવને, કદી ન પીડે કાળ. ૭

સમરું સુખમય મૂરતિ, સહજાનંદ સુખસાર,

જે સમરતાં જીવ એહ, પામે ભવ જળ પાર. ૮

સમરું સુખમય મૂરતિ, સહજાનંદ સુખ સામ,

જે સમરતાં જીવ એહ, પામે સુખ વિશ્રામ. ૯

સમરું સુખમય મૂરતિ, સહજાનંદ સુખ કંદ,

જે સમરતાં જીવ એહ, પામે પરમ આનંદ. ૧૦

સમરું સુખ મય મૂરતિ, સદ‌્ગુરુ સહજાનંદ,

જે સમરતાં જીવને, ફાટે ભવદુઃખ ફંદ. ૧૧

ભોજન ભાંગે ભુખને, ત્રસા મટાડે તોય,

એમ દુઃખ મટાડવા, સહજાનંદ ગુરુ સોય. ૧ર

મેઘ જીવાડે મેદની, અર્ક હરે અંધાર,

તેમ સહજાનંદ ગુરુ, હરે અજ્ઞાન અપાર. ૧૩

જેમ શશિ કરે શિતળતા, હરે હુતાશન શિત,

તેમ સદા સંકટ હરે, સહજાનંદ સુખ મિત. ૧૪

જેમ જળ ટાળે મળને, ઓષધી ટાળે વ્રાદ્ધ,

તેમ સહજાનંદથી, પળે પાપ અગાધ. ૧પ

અપાર ભવ અર્ણવનો, પામે પોતથી પાર,

તેમ સહજાનંદથી, તરે જીવ સંસાર. ૧૬

જેમ પીયુષ પિતાં પ્રાણીને, દુઃખ નોયે કોયે દન,

તેમ સદ‌્ગુરુ સહજાનંદથી, સુખ પામે સહુજન. ૧૭

જેમ રવિમાં રજની નહિ, નહિ ઉજાસે અંધાર,

સદ‌્ગુરુ સહજાનંદથી, મટે અજ્ઞાન તમ અપાર. ૧૮

ભવ રોગ અમોઘ આપણો, જો મટાડવા મન હોય,

રોગારી રગ રગના, સહજાનંદ ગુરુ સોય. ૧૯

અંતર રોગ ઉછેદિને, ભેદે ભિતર વાત,

એવા ગુરુ એક છે, સહજાનંદ સાક્ષાત. ર૦

ભવ સાગરના પારને, પામવાને કોઇ ચાયે,

નિષ્કુળાનદે એમ ક્યું, ઉગરવા એહ ઉપાય. ર૧

મૂળ પદ

સહુ પેલાં સમરીયે, સદ‌્ગુરુ સહજાનંદ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી