જંગલ વસાવ્યો જોગીએ, તજી જેણે તનડાની આશજી ૧/૧૨

જંગલ વસાવ્યો જોગીએ, તજી જેણે તનડાની આશજી;
	વાત ન ગમે આ વિશ્વની, આઠો પહોર ઉદાસજી...જંગલ૦ ૧
સેજ પલંગે પોઢતા, મંદિર ઝરૂખા માંયજી;
	તેને નહિ રે તૃણ સાથરો, રહેતા તરુતલ છાંયજી...જંગલ૦ ૨
શાલ દુશાલા ઓઢતા, ઝીણા જરકશી જામાજી;
	તેણે રાખી કંથા ગોદડી, સહે શિર શીત ને ઘામજી...જંગલ૦ ૩
ભાવતાં ભોજન જમતા, અનેક વિધિનાં અન્નજી;
	તે રે માંગણ લાગ્યા ટુકડા, ભીખ ભુવન ભુવનજી...જંગલ૦ ૪
હાજી કહેતાં હજારું ઊઠતાં, ચાલતાં લશ્કર લાવજી;
	તે નર ચાલ્યા એકલા, નહીં પેજારા પાયજી...જંગલ૦ ૫
રહો તો રાજા રસોઈ કરું, જમતા જાઓ જોગીરાજજી;
	ખીર નિપાવું ક્ષણુ એકમાં, તે તો ભીક્ષાને કાજજી...જંગલ૦ ૬
આહાર કારણ જે ઊભો રહે, કરી એકની આશજી;
	તે જોગી નહિ ભોગી જાણવો, અંતે થાશે વિનાશજી...જંગલ૦ ૭
રાજ સાજ સુખ પરહરી, જે જન લેશે જોગજી;
	ધન રે દારામાં તે નહીં ધસે, રોગ સમ જાણે ભોગજી...જંગલ૦ ૮
ધન્ય એ ત્યાગ વૈરાગ્યને, તજી જેણે તનડાની આશજી;
	કુળ રે તજી નિષ્કુળ થયા, તેનું કુળ અવિનાશજી...જંગલ૦ ૯
 

મૂળ પદ

જંગલ વસાવ્યો જોગીએ, તજી જેણે તનડાની આશજી

મળતા રાગ

જંગલો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી