જનુની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી ૨/૧૨

જનુની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી;
	ઉપદેશ આપ્યો એણી પેરે, લાગ્યો સંસારીડો આગજી...૧
ધન્ય ધન્ય માતા ધ્રુવ તણી``, કહ્યાં કઠણ વચનજી;
	રાજ સાજ સુખ પરહરી, વેગે ચાલિયા વનજી...૨
ભલો રે ત્યાગ ભરથરી તણો, તજી જેણે સોળસે નારજી;
	મંદિર ઝરૂખા મેલી કરી, આસન કીધલાં બા’રજી...૩
ઊઠી ન શકે ઊંટિયો, બહુ બોલાવ્યો બાજંદજી;
	તેને રે દેખીને ત્રાસ ઉપન્યો, લીધી ફકીરી છોડયો ફંદજી...૪
એવા વૈરાગ્યવંતને જાઉં વારણે, બીજા ગયા રે અનેકજી;
	ભલા ભૂંડા અવની ઉપરે, ગણતાં ના’વે છેકજી...૫
ક્યાં ગયું કુળ રાવણ તણું, સગરસુત સાઠ હજારજી;
	ન રહ્યું નાણું રાજા નંદનું, સર્વે સુપન વ્યવહારજી...૬
એવા છત્રપતિ ચાલી ગયા, રાજ મૂકી રાજનજી;
	દેવ દાનવ માનવ મુનિ, સર્વે જાણો સુપનજી...૭
સમજી મૂકો તો સારું ઘણું, જરૂર મુકાવશે જમજી;
	નિષ્કુળાનંદ કહે નહીં મટે, સાચું કહું ખાઈ સમજી...૮
 

મૂળ પદ

જંગલ વસાવ્યો જોગીએ, તજી જેણે તનડાની આશજી

મળતા રાગ

જંગલો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ધરમશીભાઇ કાચા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
14
3