કરો ભાવે ભજન, જોડી મૂર્તિમાં મન આવો ફરી ફરી નરદેહ આવે નહિ ૧/૪

 

કરો ભાવે ભજન, જોડી મૂર્તિમાં મન, 
આવો ફરી ફરી નરદેહ આવે નહિ... કરો૦ ટેક.
કરી સંતોનો સંગ, તજી વિષયનો રંગ, 
આવો વારે વારે રૂડો યોગ આવે નહિ... કરો૦ ૧
પ્રભુ પાસે જાવા, મેલો કાવા દાવા, 
અંતે સગા ને સંબંધી સાથે આવે નહિ... કરો૦ ૨
જ્ઞાનજીવન કહે, શ્રીજીમાં મન રહે, 
તો તો જમપુરી કેરા તેડા આવે નહિ... કરો૦ ૩

મૂળ પદ

કરો ભાવે ભજન, જોડી મૂર્તિમાં મન

મળતા રાગ

ઐસી લાગી લગન મીરા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી