પ્રથમ વૈરાગ જેને પ્રગટે, તજે સકળ સંસારજી, ૫/૧૨

પ્રથમ વૈરાગ જેને પ્રગટે, તજે સકળ સંસારજી,

રાજ સાજ સુખ સંપતિ, મેલે માલ ભંડારજી. પ્ર. ૧

અસન વસન ભુષન સજ્યા, એથી ઉતારે મનજી,

અંતર વૈરાગ્ય જેને ઉપજે, તજી ભોવન ઇચ્છે વનજી. પ્ર. ર

સપ્ત ધાતુ સુવર્ણ લગે, વંછે નહિ વાસણજી,

ગામ ભોમ તે ગમે નહિ, ઇચ્છે અરણ્ય માંહિ આસણજી. પ્ર. ૩

માત તાત સુત સંબંધી, તજે ભગની ને ભાઇજી,

નારી ન ગમે દીઠી નયણે, ત્રોડે સહુશું સગાઇજી. પ્ર. ૪

એટલાં તજી નર નિસરે, વળતો લીયે વેશજી.,

સુખ દુઃખ સહે શરીરને, દેખે દેશ વિદેશજી. પ્ર. પ

પછે થાકી બેસે કોય સ્થાનકે, જોઇ સુંદર જાગ્યજી,

નિષ્કુળાનંદ એ નરનો, વળતો ન રહે વૈરાગ્યજી. પ્ર. ૬

મૂળ પદ

જંગલ વસાવ્યો જોગીએ, તજી જેણે તનડાની આશજી

મળતા રાગ

જંગલો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી