વૈરાગને રે વિઘન ઘણાં, તાકી રયાં તૈયારજી, ૬/૧૨

વૈરાગને રે વિઘન ઘણાં, તાકી રયાં તૈયારજી,

માન મોટાઇ ઇચ્છે મારવા, ઢોળવા ધન નારજી. વૈ. ૧

ઉપરના રે અભાવથી, ટકે નહિ કદિ ટેકજી,

પાંચ વેરી પ્રચંડ છે, અધિક એકથી એકજી. વૈ. ર

ખાતાં પીતાં સુતાં જાગતાં, વસવું વેરીને વાસજી,

જોતાં સુણતાં બોલતાં, તેનો કરવો તપાસજી. વૈ. ૩

તપાસા વિના જે ત્યાગીયું, હોરે કરી હૈયા જોરજી,

તે કોયેક દાડે કોચવાઇને, કાંઇ ભાગશે ભૂરજી. વૈ. ૪

અંતર ઉંડા અભાવથી, કરીયે તન મન ત્યાગજી,

પછી ભરીયે પગલાં, તો ન વણસે વૈરાગજી. વૈ. પ

સાચે કારજ સર્વે સરે, કાચે રાચે નહિ રામજી,

નિષ્કુળાનંદ કે ન કીજીયે, વણ સમજે એ કામજી. વૈ. ૬

મૂળ પદ

જંગલ વસાવ્યો જોગીએ, તજી જેણે તનડાની આશજી

મળતા રાગ

જંગલો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0