જેનું રે મન વન વંછતું, અતી રે’તા ઉદાસજી, ૮/૧૨

જેનું રે મન વન વંછતું, અતી રે'તા ઉદાસજી,
તે તાક્યા વસ્તિયે વસવા, બાંધી સહુ સંગે આસજી.  જે. ૧
જેને રે ગમતી જીરણ કંથા, જેવું તેવું જલ ઠામજી,
તેણે રે રંગ્યાં રુડાં તુંબડાં, ગમતાં વસ્ત્ર માગે ગામો ગામજી. જે. ર
રસે રહિત અન્ન ઇચ્છતા, દેવા દેહને દંડજી,
તેનેરે જોઇ તીખાં તમતમાં, ખાવા ખીર ને ખાંડજી.  જે. ૩
જેને રે જાગ્ય આગ્ય લાગતી, ગમતું નહિ સજ્યા ઘરજી,
તેને રે આસનથી ઉઠાડતાં, જાણ્યું જગવ્યો મણીધરજી.  જે. ૪
પોતાનો પરીવાર પરહરી, ચાલ્યો એકીલો આપજી,
તેણે સ્નેહ કર્યો શિષ્યસું, લીધો પરનો સંતાપજી.  જે. પ
ઓછી સમઝણ્યે જે આદરે, કાયો થકો કોયેજી,
નિષ્કુળાનંદ તે નરને, અંતે એમ જ હોયજી.  જે. ૬

મૂળ પદ

જંગલ વસાવ્યો જોગીએ, તજી જેણે તનડાની આશજી

મળતા રાગ

જંગલો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી