અમે રે જડભરત જોગિયા, ઇચ્છું નહીં વૈભોગજી ૯/૧૨

અમે રે જડભરત જોગિયા, ઇચ્છું નહીં વૈભોગજી;
	જગત પદારથ જીવને, રુચે નહીં જેમ રોગજી...અમે૦ ૧
જૂનાં પાનાં પટ પે’રશું, નહીં ઇચ્છું નવીનજી;
	શીત ઉષ્ણ શિર સહીશું, રાખી કંથા કોપીનજી...અમે૦ ૨
ખટરસ ખાવા નહિ ખોળીએ, જમશું જે મળશે અન્નજી;
	નિર્માને દન નિર્ગમશું, રહેશું મને મગનજી...અમે૦ ૩
પ્રીત સહુ શું પરહરી, કરશું કૃષ્ણ ભજનજી;
	મોર્યે અમારા મતમાં, મૃગે કર્યું’તું વિઘનજી...અમે૦ ૪
હર્ષ શોક હાણ વૃદ્ધિને, સે’શું સુખ દુ:ખ તનજી;
	નિષ્કુળાનંદ કહે નહીં દઈએ, નિજ કુળને લાંછનજી...અમે૦ ૫
 

મૂળ પદ

જંગલ વસાવ્યો જોગીએ, તજી જેણે તનડાની આશજી

મળતા રાગ

જંગલો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી