જોગી જીવોરે એવા જકતમાં, સગા સહુના સોયજી, ૧૨/૧૨

જોગી જીવોરે એવા જકતમાં, સગા સહુના સોયજી,

શત્રુ શોધતાં સંસારમાં, જેને ન જડે કોયજી. જો. ૧

સ્થાવર જંગમ સ્થુલ સુક્ષ્મ, ચરાચર જે જંતજી,

મન કર્મ વચને દુવે નહિ, દલે દયા અતંતજી. જો. ર

નિરવેર એવાને નિરખી, દયા દુષ્ટને નોયજી,

દુજાતો સર્વે દયા કરે, જ્યારે એવાને જોયેજી. જો. ૩

દેહ દરશી દુઃખ ભોગવે, કરે સુખનો ઉપાયજી,

આત્મ દરશી આનંદમાં, રહે સુખમાં સદાયજી. જો. ૪

ભૂલે પોતાનું ભાસે નહિ, ત્રણે કાળમાં તનજી,

નિષ્કુળાનંદ એમ સમજી, જોગી ન કરે જતનજી. જો. પ

મૂળ પદ

જંગલ વસાવ્યો જોગીએ, તજી જેણે તનડાની આશજી

મળતા રાગ

જંગલો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી