ચેત ચેત મન મંદ હો અવસર ચેત ચેત મન મંદ, ૨/૪

ચેત ચેત મન મંદ હો અવસર ચેત ચેત મન મંદ,કર વિચાર ઉચાર વારવાર, સદ્‌ગુરુ સહજાનંદ.  હો. ૧
અપાર સંસાર પાર ઉતરવા, હરવા ભવ દુઃખ દ્વંદ,રહે અવિનાશી ચરણ ઉપાસી, મીટે ચોરાસીનો ફંદ.  હો. ર
આ રે સંસાર પસાર નટબાજી, ભાજી થાય ઘડી ગ્રંદ,માત તાત સુત ભ્રાત ને ભગની, મલ્યું કુટુંબ ઠગવૃંદ.  હો. ૩
સમઝ સમઝ જીવત લીધું લુંટી, ફુટી નયન થયો અંધ,હજી રે સમજ મન ભજ ભવ તારણ, કહે જો નિષ્કુળાનંદ.  હો.૪

મૂળ પદ

અજબ બન્યો હે આજ, અવસર અજબ બન્યો હે આજ

મળતા રાગ

ગોડી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ધરમશીભાઇ કાચા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
ધરમશીભાઇ કાચા (સ્વરકાર)

Studio
Audio
0
0