જાશું જાશું મરી, આ છે વાત ખરી ગાશું હરિ હરિ તો તો જાશું તરી તરી ૨/૪

જાશું જાશું મરી, આ છે વાત ખરી, 
ગાશું હરિ હરિ તો તો જાશું તરી તરી... જાશું૦ ટેક.
કાળ કેડે ફરે, જાલી પ્રાણ હરે, 
તેના પહેલા ગાઇ લેશું ભાવે હરિ હરિ... જાશું૦ ૧
બ્રહ્મરૂપ બની, સહજાનંદની, 
મૂર્તિ હૃદયમાં વારે વારે ધરી ધરી... જાશું૦ ૨
કહે જ્ઞાનજીવન, રટી જગજીવન, 
નથી આવવું આ જગતમાં ફરી ફરી... જાશું૦ ૩ 

મૂળ પદ

કરો ભાવે ભજન, જોડી મૂર્તિમાં મન

મળતા રાગ

ઐસી લાગી લગન મીરા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી