અવસર એલ્યે ન ખોયે, હો મનવા અવસર એલ્યે ન ખોયે૩/૪

અવસર એલ્યે ન ખોયે, હો મનવા અવસર એલ્યે ન ખોયે,      ટેક.
જો તું પામ્યો મનુષનું દેહ, એહ વિચાર કરી જોયે. હો.               ૧
હોય સચેત નચિંત ખેત ખેલો, મેલો જીવન મરણ દોયે,
હોઇ સનમુખ સુખ દુઃખ સહી, લઇ વેશ ન વગોયે. હો.              ર
ભાગી અભાગી ભરે પગ પાછા, કાચા કાયર નર કોયે,
નહિ જીવત હત નિમત નિગમે, ખોઇ બેઠો વિધ્ય દોયે. હો.        ૩
મારી કટારી પેરી જો કેસરિયાં, નિસરીયા નર જોય,
નિષ્કુળાનંદ ન ફરે નર પાછા, સાચા સુરા સંત સોયે. હો.           ૪
 

મૂળ પદ

અજબ બન્યો હે આજ, અવસર અજબ બન્યો હે આજ

મળતા રાગ

ગોડી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી