અવસર ઓળખી લીજે, હો મનવા અવસર ઓળખી લીજે, ૪/૪

 અવસર ઓળખી લીજે, હો મનવા અવસર ઓળખી લીજે,                 ટેક.

ખોઇ રે લાજ ને કાજ બગાડી, જીવીત હત ન જીવીજે. હો.                   ૧
અવસર વિતે જીતે નહિ જાણો, નાણે પળ ન પામીજે,
પલટી રે પળે ફળ ન મળે, કોટ્ય ઉપાયે જો કરીજે. હો.                       ર
ફરતાં રે મરતાં ધરતાં બહુ દેહ, એહ નર તન પામીજે,
તેહિ તક માંહી મળ્યા મનમોહન, અહો ભાગ્ય ગણીજે. હો.                   ૩
ધન્ય ધન્ય ભાગ્ય જાગ્યા નર જાણી, આણી આનંદ મન જીજે,
નિષ્કુળાનંદ સહજાનંદ પરસિ, ડરશે નહિ તે ડર બીજે. હો.                   ૪
 

મૂળ પદ

અજબ બન્યો હે આજ, અવસર અજબ બન્યો હે આજ

મળતા રાગ

ગોડી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી