રત્ય વસંત રૂડી મારાવાલા, શામ સંગે લાગે સારી, ૨/૧૨

રત્ય વસંત રૂડી મારાવાલા, શામ સંગે લાગે સારી,

વાલા વિજોગે વ્રહ વેહતીમાં, નાખે વિશેષ વારી મારા વાલા. ર. ૧

નાથ શું બાથ ભરિ હો ભામની, રમીયા તે કેસર ઘોળી,

તે સુખ આજ સંભાળતાં સજની, લાગે છે હૈયામાં હોળી.ર. ર

અબિલ ગુલાલ લાલ ભરી મુઠી, છુટી નાખી મુજ માથેરે,

તે કેમ મુને વિસરશે વાલા, જે રમીયા સુંદરવર સાથે.ર. ૩

આજ પિયું પરદેશમાં રેજો, લેજો અમારી સંભાળ,

હું દીન છિન છું દાસી તમારી, તમે છો દીનદયાળ.ર. ૪

દીન દાસના દુઃખ કાપજો, આજ મલજો મોરારી,

નિષ્કુળાનંદના નાથજી તમને, શું જો કૈયે વારી વારી.ર. પ

મૂળ પદ

રત્‍ય વસંત આવીરે મારા વાલા, મનમાં મનોરથ થાયે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી