રત્ય વસંત સમે સહુ આવે, વન વેલી પોપ પાન, ૩/૧૨

રત્ય વસંત સમે સહુ આવે, વન વેલી પોપ પાન,

ભાર અઢારમાં એકો ન ભુલે, સૌકો રત્યે સાવધાન. ર. ૧

ગ્રીષ્મ પ્રાવૃટ શરદ શશિ શિત, વસંત રત્ય વરતાંણી,

સૌ સૌની રત્યે આવ્યું શામળિયા, એમ આવો રત્ય આણી. ર. ર

અવસર ઉપર્ય આવો વાલા, વાટ જુવે વ્રજ નારી,

મથુરામાં મન માન્યું મારા વાલા, અમને મેલ્યા જો વિસારી. ર. ૩

એક નિમીષ અળગા ન જોયે, પ્રીતમ પ્રાણ આધાર,

અમે નહિ જલ મછલી જેવા, જે તન જાયે વિછેરે વાર. ર. ૪

દીન દયાળ દયા દલ આંણી, આવી મળો અલબેલા,

નિષ્કુળાનંદના નાથ તમ વિના, અડવું લાગે એકીલાં. ર. પ

મૂળ પદ

રત્‍ય વસંત આવીરે મારા વાલા, મનમાં મનોરથ થાયે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી