રત્ય વસંતનું સુખ જે સજની, લાલ મળે તો લીજે, ૪/૧૨

રત્ય વસંતનું સુખ જે સજની, લાલ મળે તો લીજે,
ભાગ્ય વિના ભુધર નવ ભેટે, તેમાં દોષ કોયેને ન દિજે. ર. ૧
ધન્ય એ નારી મંદિર મોરારી, નિત્ય પ્રત્યે નાથ નિહાળે,
અમે એ શામ વદનને સિદાયે, દર્શન દિયે કોયે કાળે. ર. ર
વદન તમારું વિલોકતાં વાલા, તન મન ટાઢું જો થાય,
તે મુખ મારે જો મોંઘું થયું છે, જે મુખે ભવ દુઃખ જાયે. ર. ૩
સદા સમદ્રષ્ટિ સંતન સુખકારી, દીન દયાલ તમે કાવો,
બરદ તમારું એ પાડીયે પિયા, અમને લાડ લડાવો. ર. ૪
અનેક ગુન્હા વાલા છે જો અમારા, તમ વિના બગસે ન બીજો,
નિષ્કુળાનંદના નાથ દયાળુ, દીનને દર્શન દીજો. ર. પ

મૂળ પદ

રત્‍ય વસંત આવીરે મારા વાલા, મનમાં મનોરથ થાયે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી