હરિ બોલો બોલો, મુખ ખોલો ખોલો જીભ આપી જગદીશે ગુણ ગાવા ગાવા ૩/૪

હરિ બોલો બોલો, મુખ ખોલો ખોલો,
જીભ આપી જગદીશે ગુણ ગાવા ગાવા...હરિ૦ ટેક
જરા જાગો જાગો, મોહ માયા ત્યાગો,
ન દિયો કથા કીર્તન ધૂન જાવા જાવા...હરિ૦ ૧
રૂડો યોગ આવો, મળ્યો માટે ગાવો,
હરિગુણ હરિ પાસે જાવા જાવા...હરિ૦ ૨
કહે જ્ઞાનજીવન, હરિ સાચું છે ધન,
એના વિના બીજું દ્યોને ધૂળ થાવા થાવા...હરિ૦ ૩

મૂળ પદ

કરો ભાવે ભજન, જોડી મૂર્તિમાં મન

મળતા રાગ

ઐસી લાગી લગન મીરા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી