રત્ય વસંત રૂડી મારી સજની, રસિયાશું રમશું રંગે, ૯/૧૨

રત્ય વસંત રૂડી મારી સજની, રસિયાશું રમશું રંગે,
મરજી જાણશું અંકે આણશું, મળશું જો અંગોઅંગે. ર. ૧
માનુની મળશું વિટી વળશું, રેડશું રંગ રુપાળો,
આજ લાજને મેલી સાહેલી, ઘેરશું મોરલીવાળો. ર. ર
રંગ સોરંગે રસ બસ કરી, ફરી ફગવા લેશું,
અબીલ ગુલાલની ગરદમાં આણી, હાર્યા હાર્યા હરિ કેશું. ર. ૩
સહુ મળી વલી તાળી પાડશું, અલબેલાજીને આગે,
નિષ્કુળાનંદના સ્વામીજી સજની, આજ આવશે લાગ્યે. ર. ૪

મૂળ પદ

રત્‍ય વસંત આવીરે મારા વાલા, મનમાં મનોરથ થાયે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી