રત્ય વસંત વિતે વળી વાલો, રાજી ન થાય રસીલો, ૧૧/૧૨

રત્ય વસંત વિતે વળી વાલો, રાજી ન થાય રસીલો,
સખી ઓળખી આ અવસર સારો,
ખાંતે ખાતીલાશું ખેલો.મારી બાઇરે. ર. ૧
સમા વિના સખી કામ ન સરે, તક ગઇ તેતો કામ ન આવે,
પળ વિના જેમ ફળ ન મળે, તેમ ફાગે લાગે લાલ આવે. ર. ર
આજ સમાજ મલ્યો મન ગમતો, સારો ને સર્વે કામ,
આજ ખેલમાં ખોટ મ રાખો, પુરો હૈયાની હામ. ર. ૩
આજ રસીલાને રસબસ કરી, ભરી રંગે અંગે ભેટો,
નિષ્કુળાનંદના નાથ પાસથી, લેશું ફગુવામાં, ફેંટો. ર. ૪

મૂળ પદ

રત્‍ય વસંત આવીરે મારા વાલા, મનમાં મનોરથ થાયે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી