પતિત પાવન પ્રભુ બ્રુદ સુંણી સદા, માહેરું મન તે ધીર પામ્યું, ૩/૪

પતિતપાવન પ્રભુ બિરુદ સુણી સદા, માહેરું મન તે ધીરજ પામ્યું;
	કોટિ અપરાધ તે ક્ષમા કરો ક્ષણમાં, જે જને આવીને શીશ નામ્યું	-પ૦ ૧
જયંત જેવો કોઈ પાપી નવ પેખીયે, સીતાચરણે ચંચુપ્રહાર કીધી;
	અપરાધ એવો કરી લોક ચૌદ આવ્યો ફરી, દયા કરી તેને દિવ્ય દૃષ્ટિ દીધી	-પ૦ ૨
અધમ આપે અહલ્યા શલ્યા આપે થઈ, ગૌતમ ગૃહિણી જગ જાણે;
	તમારા પદરજથી સદ્ય શ્રાપ ટળી, મળ્યો દેવ દેહ તેહ ટાણે		-પ૦ ૩
એવા અધમ તો અનેક ઉદ્ધારિયા, તારિયા ભવજળ જશ લીધો;
	નિષ્કુળાનંદે એવા બિરુદને જોઈને, સદા મુદા જો મનમાંહિ કીધો	-પ૦ ૪
 

મૂળ પદ

દીન દયાળ ગુરુ દેવ દામોદર

મળતા રાગ

ધ્યાન ધર ધ્યાન ધર (રાગ-પ્રભાતી કેદારો)

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી