આજ મારાજ મલી જોડ જોયા સરખી, ૪/૪

આજ મહારાજ મળી જોડ જોયા સરખી, હું રે પતિત પતિતપાવન તમે;
	તમે ગુણવંત ગુણના ભંડાર છો, તો અનેક અવગુણે પૂરણ અમે		-૧
તમે દયાળ કૃપાળ અકળ છો, તો મારી દુષ્ટતાને કોણ કળશે;
	અધમઉદ્ધાર તમે નામ કા’વો નાથજી, તો અધમ મુજ નામે આંક જ વળશે-૨
તમે નિષ્કલંક નિર્વિકારી નાથજી, તો કલંક વિકાર મુંમાં કોટિ કા’વે;
	જો તમારી ભલાઈનો પાર નથી આવતો, તો મારી ભૂંડાઈનો અંત ન આવે	-૩
પોતે પોતાને ગુણે સહુ પૂરણ છે, જે કોઈમાં જેવો ગુણ રહ્યો;
	નિષ્કુળાનંદના અવગુણ અપાર છે, તેમ તમારો ગુણ કેમ જાયે કહ્યો	-૪
 

મૂળ પદ

દીન દયાળ ગુરુ દેવ દામોદર

મળતા રાગ

ધ્યાન ધર ધ્યાન ધર (રાગ-પ્રભાતી કેદારો)

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી