ભજ ભજરે મન સહજાનંદ સહજાનંદ, ૧/૪

રાગ ભૈરવ અભંગ
શ્રી દ્વારકાપતિ ભજરે, એ ઢાળ.
ભજ ભજરે મન સહજાનંદ સહજાનંદ,
સહજાનંદ સ્વામી સહજાનંદ. ભજ. ટેક.
ભવ દુઃખ હારી મહા સુખકારી મોરારી મુકંદ,
ગીરીવરધારી કુંજવિહારી કંસારી સુખકંદ. ભજ. ૧
નટવર નાગર પ્રેમ ઉજાગર સાગર સુખ આનંદ,
નંદ ઘેર્યે બાલં દિન દયાલં ગોપાલં ગોવિંદ. ભજ. ર
એહિ નામ ભરાંસે જાસે પાસે પરમાનંદ,
રટત ઘટત મીટત પાપં જાપ જપે જગવંદ. ભજ. ૩
એહિ મંત્ર નર નિરંતર અંતરે ઉચરંદ,
હેતે પ્રિતે પ્રેમ સહિતે કહે નિષ્કુળાનંદ. ભજ. ૪

મૂળ પદ

ભજ ભજરે મન સહજાનંદ સહજાનંદ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી