જપ્ય જપ્યરે મન એહી જાપં, ૨/૪

જપ્ય જપ્યરે મન એહી જાપં,એહી જાપં એહી જાપં સહજાનંદ સોયે આપં.  જ. ટેક.
જે નર તાયે ગાયે સદાયે જાયે પલાયે પાપં,આવણ જાવણ ભયે નસાવણ, તર્ત ગમાવણ તાપં.  જ. ૧
ભવ દુઃખ ભંજન મનન બુદ્ધિ, રે અંતર સુખ અમાપં,જે જન મન રંજન એહિ ભંજન, કોઇ દન મોહ ન વ્યાપં.  જ. ર
મન માર્જીત લજાવર્જીત ગર્જીત ગુણ આલાપં,રહે ખુમારી અંતર ભારી, થાય ન થાય ઉથાપં.  જ. ૩
તન મન તગન લગન એહિ લાગી, એ જન ભજન અદ્યાપં,નિષ્કુળાનંદ હોયે આનંદ સહજાનંદ પરતાપં.  જે. ૪

મૂળ પદ

ભજ ભજરે મન સહજાનંદ સહજાનંદ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી