ધન્ય ધન્ય એહિ સુજાણ, ૪/૪

ધન્ય ધન્ય એહિ સુજાણ,
જન સુજાણ જન સુજાણ, સહજાનંદ સુખ વાણં. ધન્ય. ટેક.
એકૈ આસે નર ભરાંસે, રહે નર નિરવાણં,
નર નિવાસે સદા આસે, પાસે જોડીયા પ્રાણં. ધન્ય. ૧
હરિ મુખ આગે રહે અનુરાગે, તાગે તન મન તાણં,
રહે દિન આદિન હરિશું કરી, આ શિર કુરબાણં. ધન્ય. ર
હરિ પદ લગન મગન રહે મનમાં, જન સોયે જગસુજાણ,
સદ‌્ગુરુ મુખીયા અંતર સુખીયાં નિર્વિષિયા નિરવાણં. ધન્ય. ૩
એ જન સંગે રહે રંગે, ઉમંગ અંગે આણં,
નિષ્કુળાનંદ એ જન વડ્યે, ઉઘડે અંતર ખાણં. ધન્ય. ૪

મૂળ પદ

ભજ ભજરે મન સહજાનંદ સહજાનંદ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી