હરિના ચરણનાં ચિન્હ ચિતવતાં, અઘ તણા ઓઘ તે દુર થાયે, ૧/૧

રાગ પ્રભાતી
કીજીયે ધ્યાન શ્રી ધર્મના કુંવરનું એ ઢાળછે
હરિના ચરણનાં ચિન્હ ચિતવતાં, અઘ તણા ઓઘ તે દુર થાયે,
સ્વસ્તિ મંગલ રૂપ અનુપ છે, અષ્ટખુણ જોતામાં કષ્ટ જાયે. હરિ. ૧
જવ જેટલું પાપ તે નવ રહે, ગ્રહે સમઝણ્ય વજર જેવી ચાયે,
નહિ અન્યરસ જયાંબુ જોતાં થકાં, વચન વાઉવસ કેતુ કેવી. હરિ. ર.
અંકુશ વશ મન મેગલ કરે, ઉધ્રરેખા દેખતાં આનંદ આપે,
અંભોજવત ભવ જલથી ભિન્ન રહે, મોહની લેર્ય તે નવ વ્યાપે. હરિ. ૩
સંસાર સમુદ્રમાં મીન અટકે નહિ, ત્રીખુણે ત્રીગુણાતીત રહે,
અપાર સંસાર તે ગોપદવત તરે, કલશ ભકિત ત્યાંતેજ કહે. હરિ. ૪
શશિસમ શિતલ જન મન નિત્ય કરે, ધરી ધનુષ મદ મોહ મારે,
નિરલેપ વ્યોમવત અટકે નહિ આવર્ણે,
એ ખટદશ ચિન્હ જો ઉરધારે. હરિ. પ
સોળે ચિન્હ સુખદેન છે સંતને, અંતર ધારતાં આનંદ પામે,
નિષ્કુળાનંદ હરિ પદ ચિતવતાં, મન ન લાગે અન્ય ભામે. હરિ. ૬

મૂળ પદ

હરિના ચરણનાં ચિન્‍હ ચિતવતાં, અઘ તણા ઓઘ તે દુર થાયે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી