મારે મંદિર પધારો હો માવજી, વાલા જોઉંછું વાટ, ૧/૪

રાગ રામગ્રી
મનરે માનયું નંદલાલસું એ ઢાળ છે
મારે મંદિર પધારો હો માવજી, વાલા જોઉંછું વાટ,
આવડી વાર કયાં વિલસારે, નાથ નાવ્યા શ્યા માટ. મારે. ૧
અલબેલા તમ વિના એકલાં, કોને કૈ પેરે કરીયે,
વેરણ રજની વિતે નહિરે, ધીરજ શે પેરે ધરીયે. મારે. ર
વાલા આરે વેળાયે અમસું, તાણું ન ઘટે તમને,
બરદ સામું જોઇ શામળારે, દેજો દર્શન અમને. મારે. ૩
એક વિનતડી મારા વાલમાં, મોહન મન ધારો,
નિષ્કુળાનંદના નાથજીરે, વાલા વેલા પધારો. મારે. ૪

મૂળ પદ

મારે મંદિર પધારો હો માવજી, વાલા જોઉંછું વાટ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી