આવો વાલમ વેલ ન કીજીયે, પિઉ તમારો પાડ, ૩/૪

 
આવો વાલમ વેલ ન કીજીયે, પિઉ તમારો પાડ,
આવીને બોલજો બારણેરે, ઉઘાડીશ હું કમાડ.                          આવો. ૧
વાલા અમ ઘેર અણછતાં આવજો, લોકડીયાંની લાજે,
પ્રેમે કરીને પધારજોરે, વાલા અમારે કાજે.                               આવો. ર
વાલા તમ સાથે મન માનીયું, તે તો નવ બેસે બીજે,
તમ વિના સુખ શામળારે, કોને કૈ પેરે લીજે.                            આવો. ૩
વાલા તમ વિના ત્રણ લોકમાં, ઠરવા નથી ઠેકાણું,
નિષ્કુળાનંદના નાથજીરે, મન તમસુ લોભાણું.                          આવો. ૪
 

 

 

 

મૂળ પદ

મારે મંદિર પધારો હો માવજી, વાલા જોઉંછું વાટ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી