મારાં લોચન રયાં લલચાઇને, જોવા મોહન મુખ, ૪/૪

મારાં લોચન રયાં લલચાઇને, જોવા મોહન મુખ,

વદન તમારૂં વિલોકતાંરે, જાયે જનમના દુઃખ. મારં. ૧

વાલા નયણે ન આવે નિદરા, તલફે તમ સારૂં,

ભુધર તમને ભેટવારે, મન ટળવળે મારૂં. મારાં. ર

મારે હૈડે હિસોરો થાય છે, લેવા આલિંગન અંગે,

આવો હરિ પુરો હોંસનેરે, રમો રસિયાજી રંગે. મારાં. ૩

જ્યારે મુખ તમારૂં મોહનજી, નયણે જોશું નિહાળી,

નિષ્કુળાનંદના નાથજીરે, ભુખ ભાગશે ભાળી. મારાં. ૪

મૂળ પદ

મારે મંદિર પધારો હો માવજી, વાલા જોઉંછું વાટ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી